Homeગુર્જર નગરીગુજરાતમાં ધોરણ 10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ આ જિલ્લાનું...

ગુજરાતમાં ધોરણ 10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ આ જિલ્લાનું પરિણામ આવ્યું

Team Chabuk-Gujarat Desk: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ વખતે ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે. આ વર્ષે ગુજરાતી ભાષામાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સૌથી વધુ બેસિક ગણિતમાં 1.96 લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આ સાથે જ ગુજરાત બોર્ડ દ્વારા આ સાથે જ એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર મેસેજ કરીને ફોન પર જ પરિણામ મેળવી શકાશે. આ માટે વિદ્યાર્થીએ 6357300971 પર પોતાનો બેઠક નંબર લખીને મોકલવાનો રહેશે.

સુરત જિલ્લાએ મારી બાજી

રાજ્યમાં આ વર્ષે કુલ 7.34 લાખ નિયમિત વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેમાંથી આ વર્ષે 6111 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. તો સતત બીજા વર્ષે સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે, તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા પરિણામ આવ્યું છે.

આ વર્ષે 272 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે આ સંખ્યા 294 હતી. જ્યારે 1084 શાળાઓનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું આવ્યું છે. તો 157 શાળામાં એકપણ વિદ્યાર્થી પાસ થયા નથી. રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

doctor plus

ધોરણ-10 બોર્ડની પરીક્ષાની મુખ્ય હાઈલાઈટ્સ

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45 ટકા
  • સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 272
  • 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા- 1084
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા- 157
  • A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 6111
  • A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 44480
  • B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 86611
  • B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 127652
  • C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 139248
  • C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
  • D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
  • E1* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 3412
  • નિયમિત પુરૂષ વિદ્યાર્થીનું પરિણામ- 59.58 ટકા
  • નિયમિત મહિલા વિદ્યાર્થીનું પરિણામ- 70.62 ટકા

આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે. ગુજરાતી ભાષામાં 625290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 529004 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે 15.40 ટકા વિદ્યાર્થી માતૃભાષામાં નાપાસ થયા છે. તો બેસિક ગણિતામાં સૌથી વધુ 1.96 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments