Team Chabuk-Sports Desk: ક્વોલિફાયર-1 મેચ ચેપોક ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ધોનીની કેપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 23મેના રોજ રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ હતી. GT અને CSK વચ્ચે રમાયેલી મેચને લગભગ 4 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ટીમના કેટલાક ખેલાડીઓ અમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

હકીકતમાં ગુજરાત ટાઈટન્સની ઈનિંગની 15મી ઓવર પૂરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ફાસ્ટ બોલર મથીશા પથિરાના પાસે બોલિંગ કરાવવા માંગતા હતા. પરંતુ અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરવાનો ઈનકાર કરી દીધો. આની પાછળ અમ્પાયરે જણાવ્યું હતું કે, મથીશા પથિરાના 8 મિનિટ કરતા સમયથી મેદાનની બહાર હતો.
IPLની મેચ પ્લેઈંગ કન્ડિશન અનુસાર, જો કોઈ ખેલાડી 8 મિનિટ કરતા વધુ સમય સુધી મેદાનની બહાર રહે છે, તો તે જેટલા સમય સુધી મેદાનની બહાર રહ્યો એટલા જ સમય સુધી તેને ફીલ્ડ પર રહેવું પડશે, ત્યાર બાદ જ તેને બોલિંગ કરવાની મંજૂરી મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
