Team Chabuk-Gujarat Desk: ગુજરાતીમાં એક કહેવત છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે રાજકોટની એક વિદ્યાર્થિનીએ.. માર્ગ અકસ્માતમાં બન્ને પગે દિવ્યાંગ.. પરંતુ મનથી મક્કમ આ વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી અને આજે પરિણામ આવ્યું 99.97 PR..
આ વિદ્યાર્થિનીનું નામ છે ક્રિષ્ના કલ્યાણભાઈ મકવાણા.. ક્રિષ્ના મકવાણાએ રાજકોટની નામાંકિત ખાનગી શાળા ધોળકિયા સ્કૂલમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસ કર્યો હતો. તેણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 99.97 PR મેળવીને બોર્ડમાં એ-1 ગ્રેડ મેળવ્યો છે. શારીરિક અને આર્થિક પડકારો વચ્ચે પણ ક્રિષ્ના મકવાણાએ બોર્ડમાં પ્રથમ નંબર મેળવીને સાબિત કરી દીધું કે, જો મન મક્કમ હોય તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે.

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ક્રિષ્ના કલ્યાણભાઈ મકવાણા બે વર્ષ પહેલા વાપી જુડો કોમ્પિટિશન રમવા ગઈ હતી. પરત આવતા બગોદરા નજીક તેમની કારનો અકસ્માત થતા બન્ને પગ પેરેલાઈઝ થઈ ગયા હતા. જો કે, આજે ધો.12 બોર્ડમાં 99.97 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્રિષ્નાએ જુડોમાં 10 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે અને નેશનલ લેવલની રમત રમી ચૂકી છે.
ગંભીર અકસ્માત બાદ કોઈને પણ આશા નહોતી કે આ દીકરી જીવનમાં કંઈ કરી શકશે. જોકે આ સમયે આ દીકરીના વિચાર અને હિંમત ભલભલાને વિચારતા કરી દે તેવી દાખવી હતી. તેમની સામે તેમનું લક્ષ્ય નક્કી હતું અને આ ગંભીર અકસ્માત પણ તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે મહેનત ચાલુ રાખી હતી. આ ઉપરાંત આ વિદ્યાર્થિનીની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી છે. તેમના પિતા ખેત મજૂરી કરી રહ્યા છે તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી છે. આમ છતાં તેમણે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
