Homeતાપણુંરાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદીને ભગવાનની સાથે બેસાડો તો ભગવાનને પણ સમજાવવા...

રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદીને ભગવાનની સાથે બેસાડો તો ભગવાનને પણ સમજાવવા લાગશે, ભાજપે આપ્યો આ જવાબ

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીએ આજે 31 મેના રોજ ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી અને તેઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મજાકમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે તેઓને સૌના વિશે બધી ખબર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયા એટલી બધી વિશાળ છે કે કોઈપણ વ્યક્તિ એવું ન વિચારી શકે કે તે બધાના વિશે બધું જાણ છે. આ એક બીમારીની જેમ છે અને ભારતમાં કેટલાક લોકો એવા છે જે વિચારે છે કે તેઓ બધુ જ જાણે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનની સાથે બેસાડો તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડમાં કેવી રીતે કામ કરવું. ભગવાન પણ મુંઝવણ અનુભવશે કે મેં આ શું બનાવી દીધું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક લોકો એવા છે જે બધુ જ જાણે છે. જ્યારે તેઓ વૈજ્ઞાનિક પાસે જાય છે તો તેઓ વિજ્ઞાન વિશે વાત કરે છે. જ્યારે તેઓ ઈતિહાસકાર પાસે જાય છે ત્યારે ઈતિહાસ વિશે જણાવે છે. આર્મીને યુદ્ધ વિશે, એરફોર્સને ઉડવા વિશે, બધાને બધુ જણાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધીએ કરેલી આ ટિપ્પણી પર કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી દરેક વિદેશ યાત્રામાં ભારતનું અપમાન કરવામાં આગળ હોય છે. આ વખતની યાત્રા પણ આ દિશામાં જ છે. તેઓ અપમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરવા માંગ છે પરંતુ અંતમાં તેઓ દેશનું અપમાન કરે છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી ભારતને એક દેશ નથી માનતા, તેઓ એક રાજ્યોનો સંઘ માને છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને બોસ કહ્યું તે વાત રાહુલ ગાંધીથી પચી નથી.

મહત્વનું છે કે, પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલા સુરક્ષા, ભારત જોડો યાત્રા સહિતના મુદ્દા પર પણ વાત કરી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments