Homeગુર્જર નગરીગોંડલમાં મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, જ્યાં જુઓ ત્યાં પાણી, રસ્તાઓ બેટમાં...

ગોંડલમાં મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, જ્યાં જુઓ ત્યાં પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં મેઘરાજા બીજા રાઉન્ડમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ત્યાં જ રાજકોટ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં માત્ર 30 મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવનને અસર થઇ છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજકોટના ગોંડલમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હતી. મકાનની દિવાલ કાર પર પડી હતી. ભારે વરસાદના કારણે ગોંડલના અલગ અલગ વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે.

આજે વહેલી સવારથી જ રાજકોટના ગોંડલમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ ગોંડલમાં માત્ર 30 મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અહીં ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

ગોડલના નાની બજાર, મોટી બજાર, ગુંદાળા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં ધોધમાર વરસાદથી ખેત પાકોને ખૂબ સારો ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. તો હાલમાં ગોંડલના બજારોમાં મોટા પ્રમાણમાં ભાણી ભરાય જતા દુકાનદારોને નાનું-મોટું નુકસાન થવાની સંભાવના છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા નાના ભૂલકાઓ અહીં મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. પરંતુ જે લોકો રવિવારની મજા માણવા બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા હતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે કારણ કે રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોના વાહનો બંધ પડ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments