Homeગુર્જર નગરીમોરબીમાં ઈનોવા કાર પાણીમાં ફસાઈ, જીવ બચાવવા બે લોકો કાર ઉપર ચઢી...

મોરબીમાં ઈનોવા કાર પાણીમાં ફસાઈ, જીવ બચાવવા બે લોકો કાર ઉપર ચઢી ગયા

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોરબીમાં ભારે વરસાદને પગલે જેતપર રોડ ઉપર કેનાલના પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ હતી. કારમાં સવાર બે લોકો કાર ઉપર ચડી ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફાયરની ટીમ રેસ્ક્યુ માટે દોડી ગઈ હતી.

મળતી વિગત મુજબ પાવડીયારી કેનાલ પાસે પાણી વધી જતાં એક કાર ફસાઈ હતી. જેમાં બે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા જેમ તેમ કરી કારની ઉપર ચડી ગયા હતા. હાલ પાણી પણ વધી રહ્યું હોવાની સ્થિતિ વચ્ચે બન્ને વ્યક્તિના રેસ્ક્યુ માટે ફાયર વિભાગે કામગીરી શરુ કરી છે.

પાટણનાં સાંતલપુરમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ થયું હતું. અબડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબકશે. અબડાસાના મોટીબેરમાં 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. તેમજ નરેડી ગામની નદી ગાંડીતૂર થતાં ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે વડગામમાં વીજળી પડતાં બે પશુનાં મોત થયા હતા.

નડિયાદમાં બપોરે ધીમીધારે વરસેલા વરસાદ દોઢ ઈંચને પણ પાર પહોંચ્યો છે. આ વરસાદના કારણે ઠેકઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રેલવે અન્ડરબ્રીજમા પણ પાણી ભરાઈ જતાં મુશ્કેલી વધી હતી. નડિયાદમાં બે કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના ચારેય અંન્ડરબ્રીજની સાથે સાથે રબારીવાડ, દેસાઈ વગો , જુના માખણપુરા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જ્યારે કપડવંજ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતી કાલે મધ્ય ગુજરાત ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments