Homeગુર્જર નગરીસુરત એરપોર્ટ પર કરોડો રુપિયાના સોનાની દાણચોરી, ઇમિગ્રેશન PSIની ધરપકડ

સુરત એરપોર્ટ પર કરોડો રુપિયાના સોનાની દાણચોરી, ઇમિગ્રેશન PSIની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: સુરત એરપોર્ટ પર બે દિવસ પહેલાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફર પાસેથી 43.5 કિલોથી વધુ સોનું મળી આવ્યું હતું. આ મુસાફરોની ઉંડાણ પૂર્વક તપાસમાં મોટો ખુલાસો થયો છે. DRIની તપાસમાં એરપોર્ટના શૌચાલયમાંથી વધુ 4.67 કિલો સોનું મળ્યું હતું. જેથી કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવતાં ઈમિગ્રેશન PSIની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે ચારેય આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ કર્યા બાદ તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા.

મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ક્રિનિંગ અને તપાસથી બચવા માટે ઇમિગ્રેશન પહેલાં શૌચાલયમાં સોનાની અદલાબદલી કરવાની યોજના બનાવવામાં આવી હતી. ત્યારપછીની કાર્યવાહીના પરિણામે પેસ્ટના રૂપમાં 4.67 કિલો સોનું મળી આવ્યું હતું. સોનુ ઈમિગ્રેશન ચેકપોસ્ટ પાસે પુરુષોના ટોયલેટમાં છુપાવવામાં આવ્યું હતું. આ સોનું CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું. મુસાફરો પાસેથી મળી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ કાઢવામાં મળી આવી છે. નિવેદન અનુસાર અંદાજે રૂ. 25.26 કરોડની કિંમતનું 43.5 કિલોથી વધુ સોનું રિકવર કરવામાં આવ્યું હતું.

નિવેદન અનુસાર જપ્તી શુક્રવારે થઈ હતી. ચોક્કસ બાતમીના આધારે DRI અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર IX172 દ્વારા શારજાહથી આવતા ત્રણ મુસાફરોને અટકાવ્યા હતા, જેમના પર ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું લઇ જતા હોવાની શંકા હતી.

Surat Crime

નિવેદનમાં જણાવાયું હતું કે, તેમના હાથના સામાન અને ચેક ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ બ્લેક બેલ્ટમાં છૂપાયેલા 20 સફેદ રંગના પેકેટમાં પેસ્ટના રૂપમાં છુપાયેલું 43.5 કિલો સોનું મળી આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments