Homeગામનાં ચોરેસોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે...

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે મોડુ ન કરતા, જાણો નવો ભાવ

Team Chabuk-National Desk: જો તમે હવે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે મોડુ ન કરતા. કારણ કે આજે ભાવ હાઈ લેવલ રેટથી લગભગ 3,300 રૂપિયા ઓછો ચાલી રહ્યો છે. આ સમય ખરીદી માટે તમારા માટે સૌથી સારો છે. નિષ્ણાંતો અનુસાર હવે ભાવ વધવાની સંભાવના છે. માર્કેટમાં એક વખત ફરી સોનાના રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી 24 અને 22 કેરેટ ગોલ્ડ સસ્તુ થઈ ગયું. સરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડ 59,000 રૂપિયાથી નીચે જ્યારે 22 કેરેટ સોનું 54,150 રૂપિયા જેટલી પ્રતિ દસ ગ્રામની કિંંમત પહોંચી છે.

ગુજરાતમાં પણ સોનુ સસ્તુ થયું છે. અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ બંનેમાં આજે પણ 100-100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે સોનાનો ભાવ 54 હજાર 600થી ઘટીને 54 હજાર 500 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 59,560 રૂપિયાથી ઘટીને 59,460 રૂપિયા થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ 59,000 રૂપિયાથી નીચે, જ્યારે 22 કેરેટ 54,300 રૂપિયાથી નીચે પ્રતિ દસ ગ્રામ પર નોંધવામાં આવ્યું છે. તેની સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા જ્યારે 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ છે.

Todays Gold Price

આ ઉપરાંત તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ વાળુ સોનુ 59,650 રૂપિયા, જ્યારે 22 કેરેટ વાળુ ગોલ્ડ 54,570 જેટલા રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા, જ્યારે 22 કેરેટ ગોલ્ડ 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. માટે જરૂરી છે કે તમે જલ્દી જ સોનું ખરીદીને પૈસાની બચત કરી લો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments