Homeગુર્જર નગરીહિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડતાં માતા-પુત્રીનું મોત, રાત્રે ઉંઘી રહ્યા હતા...

હિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડતાં માતા-પુત્રીનું મોત, રાત્રે ઉંઘી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ

Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માતા-પુત્રી પર ચાલુ પંખા સાથે છત પડતાં બન્નેના કરુણ મોત નિપજ્યા છે. ગત રાત્રે આ દુઃખદ બનાવ બન્યો છે. રાત્રિના સમયે માતા-પુત્રી ઘરમાં ઉંઘી રહ્યા હતા તે દરમિયાન માતા-પુત્રી પર ચાલુ પંખા સાથે છત પડી હતી. છત પડતાં માતા-પુત્રી નીચે દટાયા હતા. જેમાં બન્નેના મોત નિપજ્યા છે. ઘટના બાદ તાત્કાલિક બંનેને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના મુસ્તફા મસ્જિદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામેના ઘરમાં સોમવારે રાત્રે માતા-પુત્રી ઊંઘી રહ્યા હતા. બંને રાત્રિના સમયે ઉંઘી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી ચાલુ પંખો છત સાથે નીચે પડ્યો હતો. જેમાં માતા-પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

himmatnagar mother-daughter death

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 108 મારફતે માતા-પુત્રીને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તબિયત બગડતાં તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments