Homeગુર્જર નગરીઆજથી પાંચ દિવસ રાજ્યમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજથી પાંચ દિવસ રાજ્યમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: વરસાદના થોડા વિરામ બાદ આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી એટલે કે 18 જુલાઈ થી 22 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

18 જુલાઈએ આ વિસ્તારમાં પડશે વરસાદ

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે 18 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

19 જુલાઈએ આ વિસ્તારમાં પડશે વરસાદ

19 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

20 જુલાઈએ અહીંયા પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જુલાઈના રોજ નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

gujarat heavy rainfall forecast

21 જુલાઈના રોજ આ વિસ્તારમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જુલાઈએ સાઉથ ગુજરાતના સુરત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, જામનગર અને દ્વારકા, તાપી, ભરૂચ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

22 જુલાઈના રોજ આ જિલ્લામાં ખાબકશે વરસાદ

ગુજરાતના હવામાન વિભાગ પ્રમાણે 22 જુલાઈએ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, મોરબી, દ્વારકા જેવા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું

હવામાન વિભાગે વરસાદની સ્થિતિને જોતા કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, અરવલ્લી, સારબકાંઠા, મહિસાગર, તાપી, નર્મદા, ભરૂચ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments