Team Chabuk-Gujarat Desk: તાપીના વ્યારાના ઊંચામાળા ગામે સર્પદંશના કારણે 22 વર્ષીય યુવતીનું મોત થયું છે. દાવો છે કે, યુવતીના પરિવારજનોની બેદરકારીના કારણે જ યુવતીનો જીવ ગયો છે. સાપ કરડ્યા બાદ પરિવારજનો યુવતીને હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ ભૂવા પાસે લઈ ગાય હોવાની ચર્ચા છે.

મોબાઈલમાં વ્યસ્ત યુવતીને સાપે અચાનક દંશ દીધો હતો. જે બાદ હોસ્પિટલની જગ્યાએ યુવતીનો દેશી ઉપચાર કરાયો હતો. તબિયત વધુ લથડતા યુવતીને હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. જો સમયસર યુવતીને સારવાર મળી ગઈ હોત તો આજે યુવતી પરિવારજનોની વચ્ચે હોત.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં ગત મોડી સાંજે 22 વર્ષીય દિવ્યાએ મોબાઈલ ચાર્જમાં લગાડી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે કબાટ નીચેથી સાપ નીકળ્યો હતો અને દિવ્યાને કરડી ગયો હતો.

ગામડાની પરંપરા મુજબ પરિવારજનોએ બાજુના લીમડદા ગામમાં સર્પદંશની દેશી ઉપચાર કરાવવા લઈ ગયા હતા. જેમાં દિવ્યાની હાલત વધુ કથળતા તેણીને વ્યારાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા. આ તરફ દિવ્યાને દંશ દેનારા સાપનું રેસ્ક્યૂ કરાયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
