Team Chabuk-Gujarat Desk: સુરતના ડીંડોલીમાં માનસિક તણાવમાં રહેતા પતિએ પત્નીની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી. બાદમાં પોતે પણ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું. બનાવની જાણ થતા ઘટના પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પતિ છેલ્લા ઘણાં સમયથી માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી. ત્યારે માનસિક તણાવમાં પત્ની જોડે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
ડીંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસનગર સોસાયટીમાં પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડીંડોલી પોલીસ મથકમાં પીઆઇ આરવસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર, ડીંડોલી કૈલાસનગર સોસાયટીમાં રાજુભાઇ સોની અને તેની પત્ની રહે છે. પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. બંનેને સંતાનમાં બે દીકરીઓ છે. જે શહેર બહાર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. સવારે રાજુભાઇની પત્નીની બહેન ઘરે આવી હતી. જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોતા અંદર બંનેના મૃતદેહ પડ્યા હતા. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત