Team Chabuk-Entertainment Desk: જાણીતા અભિનેતા અને કોમેડિયન સતીન્દર કુમાર ખોસલાએ 84 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મી દુનિયામાં બીરબલ ખોસલાના નામે જાણીતા એક્ટરે 12 સપ્ટેમ્બરની સાંજે અંતિમ શ્વાસ લીધાં હતા. મનોજ કુમાર અને ડાયરેક્ટર રાજ ખોસલાએ જ તેનું નામ સતીન્દરથી બીરબલ રાખ્યું હતું. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી.
સતીન્દર કુમાર ખોસલાએ ઘણી ફિલ્મોમાં પોતાના કોમિક રોલ દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા હતાં. તેમનો જન્મ 28 ઓક્ટોબર 1988ના રોજ થયો હતો. વર્સેટાઇલ એક્ટરને મુખ્યત્વે કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવતા હતાં. તેમનું સ્ટેજ નામ બીરબલ હતું અને આ જ નામે લોકો તેને ફિલ્મી દુનિયામાં પણ ઓળખતા હતાં.
સતીન્દરે 1966માં ‘દો બંધન’ અને 1967માં ‘ઉપકાર’ જેવી ફિલ્મોથી કરિયર શરૂ કર્યુ હતું. તે બાદ વી. શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગઇ મોતી’ દ્વારા તેમને ઘણી ફેમ મળી હતી. બીરબલે હિન્દી, પંજાબી, ભોજપુરી, મરાઠી ભાષાઓમાં 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.
સતીન્દરને આજે પણ લોકો ફિલ્મ ‘શોલે’ માટે યાદ કરે છે. જેમાં તે નાની મૂંછોમાં જોવા મળ્યા હતાં. તપસ્યા, મેરા ગાંવ મેરા દેશ, ચાર્લી ચેપલિન, અનુરોધ, અમીર ગરીબ, સદમા, હમ હૈ રાહી પ્યાર કે, ગેમ્બલર, ફિર કભી, મિસ્ટર એંડ મિસિસ ખિલાડી, વગેરે જેવી તેમની ખાસ ફિલ્મો રહી છે. છેલ્લે તે વર્ષ 2022માં ફિલ્મ ’10 નહીં 40’માં જોવા મળ્યા હતા.

પોતાના કરિયરમાં સતીન્દરે મનોજ કુમાર, રાજેશ ખન્ના, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, મુમતાઝ વગેરે કલાકારો સાથે કામ કર્યુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત