Homeગુર્જર નગરીધારાસભ્યના ઘરે ધાડ પડીઃ ભિલોડાના ધારાસભ્યના પત્નીને બંધક બનાવી તસ્કરોએ ચોરીને આપ્યો...

ધારાસભ્યના ઘરે ધાડ પડીઃ ભિલોડાના ધારાસભ્યના પત્નીને બંધક બનાવી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને પણ ટાર્ગેટ બનાવ્યું છે. સામાન્ય વ્યક્તિઓના ઘરમાંથી તો અવાર નવાર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે પરંતુ આ વખતે તસ્કરોએ ધારાસભ્યના ઘરને નિશાન બનાવ્યું છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.અડધી રાત્રે ઘરમાં ઘુસેલા બે તસ્કરોએ ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી છે. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલમાં MLA પી.સી બરંડા ગાંધીનગર હતા. સમગ્ર મામલે SP સહિત પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.

pc baranda

પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાથી ભાજપના ધારાસભ્ય પી.સી બરંડાના મેઘરજના વાકાટીંબા ગામમાં આવેલા ઘરે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ધારાસભ્ય ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે ગાંધીનગરમાં હતા, એવામાં ઘરે એકલા તેમના પત્નીને બે લૂંટારીઓએ બંધક બનાવી લીધા હતા અને ચોરી કરી હતી. જો કે, ભાજપના ધારાસભ્યની પત્નીને ઘટનામાં કોઈ ઇજા થઈ નથી. એમના બંગલામાંથી સોનુ, ચાંદી જેવા દાગીના અને રોકડ રકમની મુખ્યત્વે લૂંટ થયાની માહિતી સામે આવી છે.

આ અંગે માહિતી આપતા અરવલ્લીના SP શેફાલી બરવાલે જણાવ્યું કે, રાત્રે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના ઘરે લૂંટની ઘટના બની હતી. આ જાણકારી મળતા જ શામળાજીના PSI, LCB સહિતની ટીમ પહોંચી ગઈ છે. એક-બે શંકાસ્પદ ઝડપાયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય રૂપે દાગીના અને રોકડની ચોરી થઈ છે. કેટલાની મત્તા ચોરાઈ છે તે હજુ તપાસ બાદ જાણવા મળશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments