Homeગુર્જર નગરીહિંમતનગરમાં 23 વર્ષના યુવકને પરિવારજનો સાથે વાત કરતાં કરતાં હાર્ટ એટેક આવ્યો,...

હિંમતનગરમાં 23 વર્ષના યુવકને પરિવારજનો સાથે વાત કરતાં કરતાં હાર્ટ એટેક આવ્યો, દીકરાના મોતથી પરિવારજનો આઘાતમાં

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધી ગયા છે. એમાંય ખાસ કરીને યુવાનોના મોતમાં વધારો થયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 21 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. 23 વર્ષના યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવક રોબોટિક સાયન્સનો અભ્યાસ કરી ચુક્યો છે.

હિંમતનગરમાં 23 વર્ષના કેવિન રાવલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક રાત્રિના સમયે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક જ ઘરમાં ઢળી પડ્યો હતો. જે બાદ તેને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલ 3 વર્ષ પહેલા કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિંમતનગર પરત આવ્યો હતો. હાલમાં જ તેણે રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

himmatnagar heart attack

મહત્વનું છે કે, ગુરુવારે અમદાવાદમાં 32 વર્ષના મોહંમદ અંસારી નામના યુવકનું વસ્ત્રાલમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવક એક યુવતી સાથે હોટલમાં ગયો હતો અને રૂમ બુક કરાવ્યો હતો. જોકે થોડીવારમાં યુવતી હોટલના રૂમમાંથી ગભરાયેલી હાલતમાં બહાર નીકળી ગઈ પરંતુ યુવક બહાર ન આવ્યો. આથી હોટલ સ્ટાફે રૂમમાં જઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવક બેડ પર પડેલો દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પહેલા યુવકની હત્યા થઈ હોવાની ચર્ચાઓ ફરતી થઈ હતી. પોલીસ તપાસમાં હાર્ટ એટેકથી મોત થયો હોવાનું સામે આવ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments