Homeગુર્જર નગરીઅમદાવાદમાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગ પર પાલખ તૂટતા 3 મજૂરોના મોત

અમદાવાદમાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગ પર પાલખ તૂટતા 3 મજૂરોના મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગમાં મોડી રાત્રે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં બિલ્ડિંગમાં બાંધેલી પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા અને ત્રણ મજૂરોના મોત થયા છે.

મળતી માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની એક સાઈટ પર કામ ચાલી રહ્યુ હતું. ત્યારે મોડી રાત્રે સાઈટ પર બાંધેલી પાલક એકાએક તૂટી પડી હતી, જેથી 13 મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા. 

labour death

મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. કારણ કે, શું મોડી રાતે સાઈટ પર સાઈટ પર કામ કરવાની પરમિશન હતી કે કેમ. સેફ્ટીનુ ધ્યાન રખાયું હતું કે કેમ તે તમામ સવાલો ઉઠ્યા છે. આખીય ઘટનામાં બિલ્ડરો દ્વારા શું છુપાવવાનો પ્રયત્ન કરાયો છે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments