Homeદે ઘુમા કેઆજથી WORLD CUPનો જામશે જંગ, અમદાવાદમાં રમાશે પ્રથમ મેચ

આજથી WORLD CUPનો જામશે જંગ, અમદાવાદમાં રમાશે પ્રથમ મેચ

Team Chabuk-Sports Desk: ICC વન-ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI વર્લ્ડ કપ 2023)નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ભારતમાં રમાનાર આ વર્લ્ડ કપની પ્રથમ મેચ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કુલ 10 ટીમો વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. આ 10 ટીમો વચ્ચે વર્લ્ડ કપ જીતવા માટે 46 દિવસ સુધી જંગ જામશે. આજે 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે. 1975માં ODI વર્લ્ડ કપ શરૂ થયા બાદ ઈતિહાસમાં પ્રથમ વખત ભારત એકલા આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જેમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મેચો રમાવાની છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

હવે વર્લ્ડકપ 2023ની પ્રથમ મોટી મેચમાં, ઈંગ્લેન્ડની ટીમ ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પ્રભાવિત ન્યુઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ઈંગ્લેન્ડની ટીમ

જોસ બટલર (કેપ્ટન), જો રૂટ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રિસ વોક્સ, સેમ કરન, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ, રીસ ટોપલી, ગસ એટકિન્સન.

world cup

ન્યુઝીલેન્ડની ટીમ

ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન (પ્રથમ મેચમાં ઉપલબ્ધ નથી), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી.

આ વર્ષના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ સીધી દિલ્હી જવા રવાના થશે. જ્યાં તેને 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. આ પછી સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments