Team Chabuk-Literature Desk: ગીર સોમનાથના ઊનામાં એન.ડી.ગૌસ્વામીના હસ્તે ડો.ડી.કે.વાજા “દાર્શનિક” લિખિત ‘શિક્ષક સંહિતા 255 દુહા સંગ્રહ’ પુસ્તકનું વિમોચન કરાયું. કવિ દાર્શનિકે પુસ્તકમાં શિક્ષક સંહિતા એટલે શિક્ષક પ્રશસ્તિ અને શિક્ષકોના લક્ષણોને વર્ણવ્યા છે. એક વાક્યમાં કહીએ તો શિક્ષકોની લક્ષણ ગાથા એટલે જ ‘શિક્ષકસંહિતા’. ડૉ.ડી.કે.વાજાએ ‘શિક્ષકસંહિતા’ વિશે વિગતવાર શિક્ષકના ભવ્ય વારસાની વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, હ્રદયની ઊર્મિઓનું શબ્દાંકન એટલે 255 દુહા છે.
આ કાર્યક્રમનીના અધ્યક્ષતા 11 પુસ્તકોના કવિ-લેખક જે.પી. ડેરે કરી હતી. ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના સંયોજક જયંત ડાંગોદ્રા તેમજ અતિથિવિશેષ તરીકે વ્યાકરણ જ્ઞાતા બી. એમ ગિવેદી (રાજુલા), દીવના એજ્યુકેશન ઓફીસર મારું, ઊનાના નગર ગુરુ એન.ડી પુરોહિત, ત્રણ પુસ્તકોના કવિ/લેખક રામભાઇ વાળા, રોજ એક ગઝલ લખવાના વ્યસની જગદીશભાઈ રાવળ (રાજુલા) પૂર્વે કે. નિ. જે. એમ સોલંકી’ માતૃભાષાના ગૌરવ એવા ઉકાભાઇ વધાસિયા તથા નાગેશ્વર ફિલ્મ પ્રોડકશનના માલિક લુંભાભાઈ વાજા સહિતના મહાનુભાઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવનભાઈ તથા સુરેશભાઇએ પણ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં ઉના ગીરગઢડાના બી.આર.સી. સી. આર .સી. આચાર્યો, પ્રાચાર્યો સંચાલકો તેમજ શિક્ષકો અને સાહિત્ય સહીત ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, કેશોદ, વેરાવળ, દીવ, કોડીનાર, રાજુલાથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.પુસ્તકોના કવિ-લેખક જે.પી. ડેરની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ‘પેડાગ્રોજી તથા ફિલ્મના રાઇટર, ડાયરેક્ટરનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
જયંત ડાંગોદ્રા ગુજરાતી સાહિત્ય પરિષદના સંયોજક, નગરગુરુ ડી.એન.પુરોહિત, નાઘેર દીવની અસ્મિતાનો ધબકાર રામભાઇ વાળા, રમેશભાઇ રાવળ, વ્યાકરણ જ્ઞાતા પૂર્વ આચાર્ય બી. એમ ત્રિવેદી, એજ્યુકેશન ઓફીસર દીવ પીયૂષ મારૂ, ગઝલ લખવાના વ્યસની જગદીશભાઈ રાવળ “નવાબ”, લોક સાહિત્યના જ્ઞાતા અને કસુંબીનો રંગ એવા કોટીલા, હરતી-ફરતી લાયબ્રેરી એવા ઉકાભાઇ વધાસિયા, પૂર્વ કે ની, જે. એમ સોલકી’ નાગેશ્વર ફિલ્મ પ્રોડકશનના માલિક લુંભાભાઈ વાજાએ ડૉ.ડી.કે.વાજાને શુભેચ્છા પાઠવી હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા