Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જો કે, હવે સૌથી ચોકાવનારી વાત સામે આવી છે કે, સગીર વયના બાળકોનું હ્રદય પણ થંભી રહ્યું છે. એક જ દિવસમાં બે દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક 13 વર્ષીય સગીરનું તેમજ 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગર અને જેતપુરમાં આ દુઃખદ ઘટના બની છે.
જામનગરના સચિનભાઈ 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરતો હતો, આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું. આ તરફ પરિવારને જાણ થતા સમગ્ર પરિવારમાં આક્રંદ છવાયો હતો. પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. ઓમના મૃતદેહને જામનગર લાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે.
આ તરફ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા હોસ્ટેલમાં ઢાળી પડી હતી. આ વિદ્યાર્થિનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી હતી તે મૃતક વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી. આ વિદ્યાર્થિનીને બે વર્ષથી હૃદયના વાલ્વ સંબંધી બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેતપુરમાં નવરાત્રી પહેલાં એક બાદ એક હાર્ટ એટેકના બનાવો બનતા પરિવારો તેમજ લોકો ચિંતિત બન્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત