Homeગુર્જર નગરીહાર્ટ એટેકે તો હદ કરી: મોડાસાના સાગર રબારી (ભૂવાજી)નું મોત, ઘરમાં એકાએક...

હાર્ટ એટેકે તો હદ કરી: મોડાસાના સાગર રબારી (ભૂવાજી)નું મોત, ઘરમાં એકાએક ઢળી પડ્યા હતા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને આ કિસ્સા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. ટૂંકમાં કહીએ તો હવે હાર્ટ એટેકે તો હદ વટાવી દીધી છે. આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી ચોંકાવનારા અને દુઃખ સમાચાર મળી રહ્યા છે. મોડાસાના ધોલવાણી ગામે 35 વર્ષીય યુવકનું હ્રદય રોગના હુમલાથી મોત થઈ ગયું છે. સાગર દેસાઈ (ભૂવાજી) નામનો યુવાન ઘરમાં એકાએક ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેના શ્વાસ થંભી ગયા હતા.

સાગર ભૂવાજીની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. મહત્વનું છે કે, સાગર દેસાઈ ભુવાજી તરીકે સમગ્ર પંથકમાં જાણીતા હતા. અચાનક યુવાનનું મોત નિપજતા તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો હતો.
અગાઉ 13 વર્ષના કિશોરને યોગ કરતી વખતે હાર્ટ અટેક આવતા મોત થયુ હતું. જામનગરના 13 વર્ષના કિશોરને હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું હતું. મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.

જેતપુરમાં પણ એક યુવતીનું મોત થયું હતું

આ તરફ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા હોસ્ટેલમાં ઢાળી પડી હતી. આ વિદ્યાર્થિનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.

સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી હતી તે મૃતક વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી. આ વિદ્યાર્થિનીને બે વર્ષથી હૃદયના વાલ્વ સંબંધી બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેતપુરમાં નવરાત્રી પહેલાં એક બાદ એક હાર્ટ એટેકના બનાવો બનતા પરિવારો તેમજ લોકો ચિંતિત બન્યા છે.

તાજેતજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments