Team Chabuk-Gujarat Desk: વડોદરામાં નવલખી મેદાનના ગરબા ગ્રાઉન્ડ પર અજાણ્યા યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગરબાના ગ્રાઉન્ડ પર ઉભા કરાયેલા લાઈટના ટાવર પર યુવકે ફાંસો ખાઈ લીધો છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને 20 ફૂટ ઊંચેથી યુવકનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો.
સમગ્ર રાજ્યમાં નવરાત્રિના આયોજન થયા છે. લોકો ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે વડોદરાના નવલખી મેદાનમાં ગરબા ગ્રાઉન્ડ પર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મેદાનમાં બનેલા વીજ ટાવર પર એક અજાણ્યો યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને નજરે પડી હતી. ત્યારબાદ લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર આવીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતાં જ નવલખી મેદાન પર પહોંચી હતી અને લાઈટિંગ ટાવર પરથી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ખાસ છે કે નવલખી મેદાનમાં રાત્રે ગરબા રમાતા હોય છે. આ બાદ મેદાનમાં ગાર્ડ કે મંડપવાળા હોતા નથી. ત્યારે સવારે યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ લાશ કોની છે અને યુવકે ક્યાં કારણોસર ફાંસો ખાધો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત