Homeગુર્જર નગરીરાજકોટના કુમકુમ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દિકરીઓને ચણીયાચોલીનું વિતરણ કરાયું

રાજકોટના કુમકુમ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દિકરીઓને ચણીયાચોલીનું વિતરણ કરાયું

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા કુમકુમ ગ્રુપ દ્વારા નવરાત્રિના પ્રથમ નોરતે જરૂરિયામંદ પરિવારની દિકરીઓને ચણીયાચોલીનું વિતરણ કરીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

રાજકોટના કુમકુમ ગ્રુપ દ્વારા પ્રથમ નોરતે ચામુંડા ગરબી મંડળ, ભગવતીપરાની જરૂરિયાતમંદ પરિવારની 42 બાળાઓને ચણીયાચોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક જરૂરિયાતવાળી દિકરીઓને કુમકુમ ગ્રુપના મનોજ પટેલ દ્વારા ચણીયાચોલીનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ કાર્યમાં રાજકોટ શહેરના ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, બી ડિવિઝન પીઆઈ બારોટ સાહેબ, ચામુંડા ગરબી મંડળના સવજીભાઈ પરમાર, કુમકુમ ગ્રુપના મનોજભાઈ પટેલ, રાજુભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ઈલાણી, સુરેશભાઈ લાખાણી, મીત કોટડીયા, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ ભટ્ટી, અનીતાબેન ચાવડા, નયનાબેન ગોહેલ, કોમલબેન પરમાર, હર્ષદભાઈ સગર, ભારતીબેન સગર, મનસુખભાઈ વિષપરા, જયંતીભાઈ બુધેલીયા, રવિભાઈ પટેલ, મયુરભાઈ સરવૈયા વગેરેએ સેવામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ મેરીયાએ કર્યું હતું.

kumkum group

મહત્વનું છે કે, રાજકોટ શહેરની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા કુમકુમ ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં કુમકુમ ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી માટે 2 લાખ આસપાસ વૃક્ષોનું જતન કરીને ઉછેરવામાં આવ્યા છે. 45 મહારક્તદાન કેમ્પ, જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ, ગરીબ દર્દીઓને દવા, દર ઉનાળા દરમિયાન પંખીઓને પાણીના પીવાના કુંડા, ચકલીના માળા, બર્ડ ફિડરની વિનામૂલ્યે વિતરણ, ચોમાસા દરમિયાન 10,000 તુલસીનું અને વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. વર્ષ 2001 થી સતત નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા, માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી સંસ્થા, ડોનેશન વગર કામ કરતી સંસ્થા એટલે કુમકુમ ગ્રુપ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments