Team Chabuk-Gujarat desk: રાજ્યમાં નાની વયે યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટના ધોરાજીમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરાજીમાં સમારકામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો હતો. હાર્ટ એટેકથી મોત થયું છે.

રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આશુકુમાર સોનકારની ઉમર 28 વર્ષ હોવાનુ જાણવા મળ્યુ હતું. આ યુવક ભાદર ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો. બાદમાં તેને ધોરાજીની સરકારી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
