Homeગુર્જર નગરીજામકંડોરણમાં રખડતી રંજાડે લીધો યુવકનો જીવ, ઢોરની અડફેટે યુવકનું મોત

જામકંડોરણમાં રખડતી રંજાડે લીધો યુવકનો જીવ, ઢોરની અડફેટે યુવકનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જામકંડોરણામાં ફરી રખડતી રંજાડના આતંક સામે જીંદગી હારી ગઈ છે. રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

મહત્વનું છે કે, તાજેતરમાં જ ગુજરાત ગાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરને લઈને પ્રશાસનને ટકોર કરી હતી. જો કે, હજુ સુધી ટકોર બાદ પણ કોઈ સુધારો જોવા ન મળ્યાનો આ કિસ્સો છે.
મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાનાં મોટા ભાદરા ગામના યુવકનું બાઈક આખલાની અડફેટે આવતા મોત થયું છે. ગૌરવ વ્રજલાલ સાટોડિયા નામના યુવકનું આખલાની અડફેટે આવતા મોત થયું છે. ગોંડલથી પરત ઘરે આવતા સમયે મેવાસા નજીક આખલાની અડફેટે આવકા યુવકનું મોત થયું છે. રોડ ઉપર રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે.

આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. એક બાઈક ચાલકની પાછળ બે રખડતા પશુઓ પડતા બાઈક ચાલકો જીવ બચાવી ભાગ્યા હતા. લુણાવાડા શહેરમાં એક માર્ગ ઉપર અચાનક જ બે પશુ બાઈક સવારની પાછળ ભાગતા બાઈક સવારે પૂર ઝડપે બાઈક હંકારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રખડતા પશુ પાછળ પડતા બાઈક સવાર પૂર ઝડપે જોખમી રીતે બાઈક હંકારી જીવ બચાવી ભાગ્યો હતો.

jamkandorna dhor adfete mot

તાજેતોજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments