Homeગુર્જર નગરી26 એક્ટોબરે એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે ઉગ્યો સોનાનો સૂરજ ! ઈતિહાસનું...

26 એક્ટોબરે એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે ઉગ્યો સોનાનો સૂરજ ! ઈતિહાસનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

Team Chabuk-Sports Desk: એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. ભારત માટે એશિયન પેરા ગેમ્સ 2023ની 26 ઓક્ટોબરે એટલે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. ભારતે હોંગઝોઉમાં ઈતિહાસ રચી દીધો છે.

હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17 ગોલ્ડ, 21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારતે અગાઉની તમામ એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.અને ચાર જ દિવસમાં 75 મેડલ જીતી લીધા છે.

ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા. આજે એટલે કે, 26 ઓક્ટોબરના રોજ, શોટ પુટર સચિન ખિલારીએ દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 34 વર્ષીય સચિન ખિલારીએ 2018માં ચીનના વેઈ એનલોંગ દ્વારા ગોલ્ડ મેડલની મેચમાં 15.67 મીટરના ગેમ્સ રેકોર્ડને પણ તોડ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે સચિન પછી ચીનનો એથ્લેટ બીજા ક્રમે રહ્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત કુમાર ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે 14.56 મીટર થ્રો કર્યો હતો.
ભારતીય શૂટર સિદ્ધાર્થ બાબુએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સિદ્ધાર્થ બાબુએ R6 મિક્સ્ડ 50m રાઈફલ્સ પ્રોન SH-1માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 247.7નો સ્કોર કર્યો, જે એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ પણ છે. સિદ્ધાર્થ બાબુએ આ સાથે ભારત માટે પેરિસ પેરાલિમ્પિક્સનો ક્વોટા પણ મેળવ્યો હતો.

Pera games 2023

પેરા પાવરલિફ્ટર અને ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની રહેવાસી ઝૈનબ ખાતૂને 61 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો જ્યારે દિલ્હીની રાજકુમારીએ આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments