Homeગુર્જર નગરીપાસપોર્ટ માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, સરકારની મોટી જાહેરાત

પાસપોર્ટ માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, સરકારની મોટી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય.

આ સાથે જ પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે.

હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.

passport seva

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments