Homeગુર્જર નગરીકડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 4 દિવસ બાદ...

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 4 દિવસ બાદ ડિગ્રીમાં થશે ઘટાડો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ચાર દિવસ બાદ 5 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભુજમાં 19.2, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ડીસામાં 21, વડોદરામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. સુરતમાં 24, રાજકોટમાં 24.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગુજરાતમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments