Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકામાં પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરુ કરાશે. જેમાં લોકો દરિયાની અંદર જઈને ડૂબી ગયેલી દ્વારકા નગરીના અવશેષો નિહાળવા જઈ શકશે. દાવો છે કે, આ પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળીમાં શરૂ થઈ શકે છે.
દ્વારકા એટલે માધવનું ધામ. ભગવાન શ્રી કૃષ્ણ અહીં આજે પણ હાજરા હજુર છે તેવું માનવામાં આવે છે. એટલે જ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. અહીં આવનારા ભક્તો દ્વારકા મંદિરમાં દર્શન કરી, બેટ દ્વારકા પણ જાય છે. જો કે, જે નથી જોઈ શકતા તે સમુદ્રની અંદર ડુબેલી દ્વારકા નગરી. માન્યતા અનુસાર અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી, જે સમુદ્રમાં સમાઈ ગઈ છે. આ દ્વારકા નગરી વિશે જ જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક રહે છે. આ અંગે કેટલાય રિસર્ચ પણ થયા છે.
હવે સરકાર દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે. આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે.
દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના અવશેષો બતાવવામાં આવશે.રીનનું વજન લગભગ 35 ટન હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે. જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત