Homeદે ઘુમા કેભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સિરિઝ, ભારત ઈતિહાસ રચવા તૈયાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સિરિઝ, ભારત ઈતિહાસ રચવા તૈયાર

Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સિરિઝ શરૂ થશે. ભારતે ટી-20 શ્રેણી પછી વનડે સિરિઝ જીતી અને હવે ટેસ્ટ સિરિઝમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ આજ સુધી દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવા જઇ રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં નવો રેકોર્ડ બનાવશે અને નવો ઈતિહાસ રચશે, પરંતુ જો તમે ટીમ ઈન્ડિયાની આ શાનદાર મેચ મફતમાં જોવા માંગતા હોવ તો ચાલો તમને જણાવીએ.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આજે સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનો આનંદ માણી શકો છો.

આ ઉપરાંત જો તમે તમારા મોબાઇલ ફોન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમારે તમારા મોબાઇલ ફોન પર ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તે પછી તમે ભારત દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ જોઈ શકો છે.

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. મતલબ કે તમારે કોઈપણ એપનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરીને આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકશો.

IND vs SA Test Match

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments