Homeસિનેમાવાદ58નો થયો સલમાન ખાન, પરિવાર સાથે ઉજવ્યો જન્મ દિવસ, જુઓ વીડિયો

58નો થયો સલમાન ખાન, પરિવાર સાથે ઉજવ્યો જન્મ દિવસ, જુઓ વીડિયો

Team Chabuk-Entertainment Desk: આજે બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનનો 58મો જન્મદિવસ છે. આ વર્ષે સલમાને પોતાનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે બહેન અર્પિતા ખાનના ઘરે ઉજવ્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

સલમાન સાથે સલમાનની સાથે ભાણી આયત ખાનનો પણ જન્મદિવસ છે. તેવામાં સલમાન ખાને ભાણી સાથે પોતાની બર્થ-ડે કેક કાપી હતી. આ પ્રસંગે સમગ્ર ખાન પરિવાર ભેગો થયો હતો.

સલમાન ખાનનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. સલમાનના પિતા સલીમ ખાન હિન્દી સિનેમાના જાણીતા લેખક છે અને માતા સુશીલા ચરક ઉર્ફે સલમા ગૃહિણી છે. જ્યારે સલમાનની બીજી માતા હેલન તેના સમયમાં લોકપ્રિય કેબરે ડાન્સર હતી. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ સલમાન ખાને કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ વચ્ચે જ કોલેજ છોડી દીધી હતી. તેણે કોલેજ છોડીને અભિનયની દુનિયામાં આવવાનું નક્કી કર્યું હતું.

સલમાને 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી ફિલ્મજગતમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અભિનેતાને સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી સલમાન ખાનને સફળતા મળી હતી. આ ફિલ્મમાં સલમાને પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા. ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન સાથે ભાગ્યશ્રી લીડ રોલમાં હતી.
પોતાની ફિલ્મી કારકીર્દિમાં તેણે ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. આ વર્ષે સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ટાઈગર 3’ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર દર્શકોનું મનોરંજન કરવામાં સફળ સાબિત થઈ હતી.

Happy birthday salmankhan

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments