Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. હાર્ટ એટેકના કેસે ચિંતા વધારી છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે ગીરસોમનાથના વેરાવળમાં ફૂટબોલ પ્લેયરનુ હાર્ટ એટેકથી મોત થયું છે.
ગીર સોમનાથના વેરાવળમાં મિત કોટક નામના PGVCLના નિવૃત્ત કર્મચારીના દીકરાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. માલ જીંજવા ગામે ટુર્નામેન્ટ રમ્યા બાદ જ હાર્ટ એટેક આવ્યો હતો. તજજ્ઞ લોકોએ CPR આપવાની કોશિશ કરી પરંતુ બચાવી શક્યા ન હતાં. એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત