Homeગુર્જર નગરીઅફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બોલર્સને મળ્યું સ્થાન

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બોલર્સને મળ્યું સ્થાન

Team Chabuk-Sports Desk: BCCIએ અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે T20 ફોર્મેટમાં પાછો ફર્યો છે જ્યારે વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે આ શ્રેણીનો ભાગ નહીં હોય. આ ઉપરાંત ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ આ સિરીઝનો ભાગ નહીં હોય. સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે તક મળી છે.

મહત્વનું છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે નવેમ્બર 2022માં ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ આ બંને ખેલાડીઓની વાપસીથી અનુમાન લગાવી શકાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. એટલું જ નહીં, તે ફરી એકવાર T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

હાર્દિક પંડ્યાએ નવેમ્બર 2022થી ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. પરંતુ ઈજાના કારણે તે ટીમનો ભાગ નહીં હોય. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હવે IPLમાં સીધા રમતા જોવા મળી શકે છે. ઈશાન કિશનની જગ્યાએ પસંદગીકારોએ સંજુ સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તે લાંબા સમય બાદ ટી20 ટીમમાં પરત ફર્યો છે.
અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને તક મળી નથી. સ્પિનની જવાબદારી અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈને સોંપવામાં આવી છે. જ્યારે અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમારને પણ તક અપાઈ છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્વોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.

Team India (4)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments