Team Chabuk-Gujarat Desk: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલ ચાલુ થઈ છે. આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બંનેને ભાજપમાં આવકાર્યા અને ખેસ પહેરાવ્યો હતો. આમ અરવિંદ લાડાણીની ઘરવાપસી થઈ છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેશોદની ટિકિટ ન આપતા અરવિંદ લાડાણીએ નારાજગી સાથે પક્ષ છોડી દીધો હતો. જે બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. હવે કાર્યકર્તાઓ સાથે ફરી તેઓ ભાજપમાં જોડાયા છે.
જ્યારે વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલાં જ MLA પદેથી રાજીનામું આપ્યું હતું અને પક્ષનો સાથ છોડ્યો હતો. જેથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
મહત્વનું છે કે, ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રીક સર્જવાનો દાવો કર્યો છે જેના માટે ભાજપે કમર કસી છે. ભાજપનો દાવો છે કે, આ વખતે તેઓ લોકસભાની તમામ 26 બેઠક 5 લાખ મતની લીડથી જીતશે. બીજી તરફ કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે મંથન કરી રહી છે. જ્યારે ભરુચ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાનું નામ જાહેર કરીને ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત