Homeદે ઘુમા કેકોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી ઈરફાનની પત્ની, પહેલીવાર ઈરફાને શેર કરી તસવીર

કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી ઈરફાનની પત્ની, પહેલીવાર ઈરફાને શેર કરી તસવીર

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે ઈરફાન પઠાણે શેર કરેલી એક તસવીરના કારણે તે ચર્ચામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર પોતાના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવી રહેલા બેટ્સમેન સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન આપવા પર પોતાની પ્રતિક્રિયા આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે તેની ચર્ચા ક્રિકેટને કારણે નહીં પરંતુ તેની અંગત જીવનને કારણે થઈ રહી છે.
ઈરફાન પઠાણના લગ્નના 8 વર્ષ થઈ ગયા છે. આઠ વર્ષમાં સોશિયલ મીડિયામાં ભાગ્યે જ કોઈએ તેની પત્નીનો ચહેરો જોયો હશે. જો કે, પ્રથમ વખત તેણે ચાહકોને તેની પત્નીના ચહેરાની ઝલક બતાવી છે.

સામાન્ય રીતે ઈરફાન પઠાણ પોતાની પત્ની સાથે ફોટો શેર કરે તેમાં માસ્ક, સાડી કે કપડાથી કે પછી હાથથી તેની પત્નીનો ચહેરો ઢંકાયેલો જોવા મળતો હતો. ઘણી વખત ફેન્સ પણ ઈરફાનની પત્નીનો ચહેરો ન દેખાતા સતત સવાલ કરતા રહેતા હતા, પરંતુ આ વખતે ઈરફાન પઠાણે પત્નીનો ચહેરો તેના ફેન્સને બતાવી જ દીધો છે. ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનીવર્સરી પર પત્ની સફા બેગ સાથે એક તસવીર શેર કરી છે..ઈરફાને 8મી વેડિંગ એનિવર્સરી પર પ્રેમભર્યો મેસેજ લખતા પત્ની સાફા સાથેની તસવીર શેર કરી છે.

ઈરફાને તસવીર સાથે લખ્યું છે કે, આ વ્યક્તિ એક સાથે કેટલી બધી ભૂમિકા ભજવવામાં મહારત ધરાવે છે. મૂડને સારો કરવાની, કોમેડિયન, ટ્રબલમેકર, દરેક સ્થિતિમાં સાથ આપનાર, દોસ્ત, મારા બાળકની માતા.. મારા જીવનના સારા સફરમાં તમને પત્ની તરીકે મેળવ્યા છે, લગ્નની 8મી એનિવર્સરીની શુભેચ્છાઓ.

irfan pathan wife

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments