Homeસિનેમાવાદપૂનમ પાંડે જીવિત છે, સોશિયલ મીડિયા પર LIVE આવી કહ્યું, "હું જીવું...

પૂનમ પાંડે જીવિત છે, સોશિયલ મીડિયા પર LIVE આવી કહ્યું, “હું જીવું છુ” !

Team Chabuk-Entertainment Desk: શુક્રવારે સવારે જ બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યાં હતાં કે પૂનમ પાંડેનું નિધન થયું છે. જો કે, શનિવારે બપોરે પૂનમે ખુદ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાનું મોત ન થયાની પુષ્ટિ કરી અને પોતે જ કહ્યું કે, હું જીવું છું.

દાવો છે કે, તેણે દાવો કર્યો કે, મૃત્યુનું નાટક તેણે જાગૃતિ ફેલાવવા કર્યું હતું. જો કે, હવે તેના પર આરોપ લાગી રહ્યા છે કે, આ બધું તેણે પબ્લિસિટી સ્ટંટ માટે કર્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 32 વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી. પૂનમના મૃત્યુનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાતું હતું. તેની ટીમે મૃત્યુ અંગે માહિતી આપી હતી પરંતુ કોઈ પણ તેના વિશે નક્કર માહિતી આપી શક્યું નહોતું.

સો.મીડિયામાં ઘણા યુઝર્સ માની રહ્યા છે કે પૂનમનું આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે. 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર અવેરનેસ ડે છે. કેન્સર પ્રત્યે જાગૃત્તિ લાવવા માટે તેણે આવું કર્યું હોવાની ચર્ચા છે.

પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ, 1991માં કાનપુરમાં થયો હતો. તે મોડલ તથા એક્ટ્રેસ હતી. તેણે 2013માં ફિલ્મ નશાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે ધ જર્ની ઑફ કર્મામાં જોવા મળી. ટીવીની વાત કરીએ તો તેણે ખતરોં કે ખિલાડી 13 તથા કંગના રનૌતના રિયાલિટી શો લૉકઅપમાં ભાગ લીધો હતો.

પૂનમ પાંડે અનેકવાર વિવાદમાં આવી ચુકી છે. તેણે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન દાવો કર્યો હતો કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે પબ્લિકલી ન્યૂડ થશે. આ ઉપરાંત
પૂનમ પાંડેએ ગોવાના બીચ પર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને એને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

poonam pandey is alive

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments