Homeગુર્જર નગરીગુજરાતથી અયોધ્યા જવું છે ? શરૂ થઈ આ સ્પેશ્યિલ ટ્રેન, જાણો તમામ...

ગુજરાતથી અયોધ્યા જવું છે ? શરૂ થઈ આ સ્પેશ્યિલ ટ્રેન, જાણો તમામ વિગત

Team Chabuk-Gujarat Desk: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રીરામના દર્શન માટે અયોધ્યા ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે. આ ભક્તોને અયોધ્યા જવામાં સરળતા રહે તે માટે અમદાવાદથી એક સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનું નામ આસ્થા સ્પેશ્યિલ ટ્રેન રાખવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સાબરમતી આશ્રમ રેલવે સ્ટેશનેથી આસ્થા સ્પેશ્યિલ ટ્રેનની લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

astha special train

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યિલ ટ્રેનને બુધવારે રાત્રે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યામાં ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે  હેતુસર અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યિલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી.

આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી.  અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર  રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments