Team Chabuk-National Desk: આપણે ત્યાં વેલેન્ટાઇન દિવસની ઉજવણી દર વર્ષે વધતી જાય છે. યુવા હૈયાઓ વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે આતુર હોય છે. વેલેન્ટાઇન ડે માત્ર એક દિવસ નથી હોતો પરંતુ એક અઠવાડિયા સુધી યુવા હૈયા વેલેન્ટાઇન વીક ઉજવે છે. વેલેન્ટાઇન વીકમાં કયા કયા દિવસ આવે છે? ચાલો જાણીએ
પ્રથમ દિવસ રોઝ ડે
વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. સૌથી પહેલો દિવસ રોઝ ડે હોય છે એટલે કે પ્યાર ભરેલા વીકની શરૂઆત ગુલાબની સુગંધ અને ખુબસુરતી સાથે થાય છે. આ દિવસે પ્રેમી યુગલ એકબીજાને લાલ ગુલાબ આપી પ્રેમ જાહેર કરે છે. ગુલાબનો રંગ તમારી ભાવનાઓને પ્રદર્શિત કરે છે. હવે રોઝ ડે પર પોતાના મિત્ર, ક્રશ અને દુશ્મનો સુધી અલગ-અલગ રંગના ગુલાબ આપી આ દિવસને ઉજવે છે. ગુલાબનો રંગ પોતાનું અલગ મહત્વ ધરાવે છે.
બીજો દિવસ પ્રપોઝ ડે
વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ પ્રપોઝ ડે હોય છે.આ દિવસે આશિકો પોતાના દિલના ભાવ પ્રગટ કરે છે. એટલે કે જેની સાથે પ્રેમ હોય અથવા તેને પસંદ કરતા હોય તેને પ્રપોઝ કરે છે. જો તમે પહેલાથી જ રિલેશનશિપમાં હો તો પોતાના પાર્ટનરને ખાસ રીતે પ્રપોઝ કરી પોતાના સંબંધોને વધુ મજબૂત અને વધુ એક્સાઇડેટ બનાવી શકો છો.
ત્રીજો દિવસ ચોકલેટ ડે
કોઈ પણ સંબંધોમાં પ્યાર હોય તો મીઠાશ આપોઆપ આવી જાય છે. પરંતુ વેલેન્ટાઇન વીકમાં મીઠાશ માટે ત્રીજો દિવસ ચોકલેટ ડે હોય છે. જેમાં કપલ એકબીજાને ચોકલેટ આપી સંબંધોમાં મીઠાશ લાવવાનો પ્રયાસ કરે છે.
ચોથો દિવસ ટેડી ડે
દિલ ટેડી જેવું નાજુક હોય છે અને કોમલ દિલ એક બાળક જેવું હોય છે. આ માટે વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી ડે તરીકે ઉજવાય છે. આ દિવસે કપલ એકબીજાની ટેડી બિયર ગિફ્ટ આપે છે. મોટાભાગે છોકરાઓ છોકરીઓને ગિફ્ટમાં ટેડી આપે છે. કારણ કે છોકરીઓને આ પ્રકારની ગિફ્ટ પસંદ હોય છે.
પાંચમો દિવસ પ્રોમિસ ડે
જ્યારે તમે કોઈ સાથે રિલેશનશિપમાં હોય અથવા રિલેશનશિપમાં બનાવવા માગતા હોવ તો એકબીજાને કોઈ પ્રોમિસ આપવાનો હોય છે. આમ તો પાર્ટનર એકબીજાને ગમે ત્યારે પ્રોમિસ કરતા હોય છે. પરંતુ વેલેન્ટાઇન વીકમાં પાંચમો દિવસ એટલે કે 11 ફેબ્રુઆરી કપલ્સ માટે ખાસ પ્રોમિસ ડે હોય છે. આ દિવસે તમે તમારા પાર્ટનરને સાથે રાખવાનું, ખુશ રાખવાનું અથવા બીજો કોઈ પ્રોમિસ કરી શકો છો.
છઠ્ઠો દિવસ હગ ડે
વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ હગ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમ કરવાવાળા એકબીજાને ગળે લગાવીને પ્રેમનો ઇજહાર કરે છે જાદૂની જપ્પી આપવાના બહાને કપલ દિલ ના હાલ બતાવવાની પ્રયાસ કરે છે
સાતમો દિવસ કીસ ડે
સાતમો દિવસ kiss day હોય છે. શબ્દના બદલે પ્રેમની અભિવ્યક્તિ કિસ આપીને કરવામાં આવે છે. આ માટે 13 ફેબ્રુઆરી કિસ ડે તરીકે મનાવવામાં આવે છે
આઠમો દિવસ વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ હોય છે આ આઠ દિવસોમાં પ્રેમની પરીક્ષામાં પાસ થવા વાળા માટે 14 ફેબ્રુઆરીનો દિવસ રીઝલ્ટ હોય છે. પાસ થવા વાળા પોતાના કપલ સાથે વેલેન્ટાઇન ઉત્સવ મનાવે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત