Homeગામનાં ચોરેજૂનાગઢના કેશોદનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ, "મામી બીમાર છે" કહીને ગઈ...

જૂનાગઢના કેશોદનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ, “મામી બીમાર છે” કહીને ગઈ તે ગઈ પરત આવી જ નહીં

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદનો યુવાન લૂટેરી દુલ્હનનો ભોગ બન્યો. લગ્ને લગ્ને કુંવારી મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને કેશોદના યુવકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો. દાવો છે કે, યુવકે 2.50 લાખ રૂપિયા આપીને લલીતા સાથે લગ્ન કર્યા. જે બાદ તેને કેશોદ લઈને આવ્યો. જ્યા સ્માર્ટ ફોન, દાગીના સહિત રૂપિયા આપ્યા હતા. જો કે, થોડા જ દિવસમાં લલિતાએ કહ્યું કે, “મામી બીમાર છે મારે જવું પડશે”. ત્યારબાદ લલિતા ગઈ તે ગઈ અને આજસુધી પરત નથી ફરી. સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કેશોદના ચુના ભઠ્ઠી રોડ પર રહેતા અને ફ્રુટની લારી ચલાવતો યુવાન મહારાષ્ટ્રની મહિલા સાથે લગ્ન કરીને છેતરાયો છે. દુર્ગેશ ધામેચા નામના 33 વર્ષના યુવાનના લગ્ન થઈ રહ્યા ન હતા, જેથી ઘનશ્યામ અને રૂપેશ ધામેચા નામના બે વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દુર્ગેશને લગ્નની લાલચ આપીને ફસાવ્યો હોવાનો દાવો છે.
દુર્ગેશને લગ્ન માટે લલચાવી મહારાષ્ટ્રના નાગપુર લઈ ગયા હતા. જ્યા તેમની મુલાકાત મનીષ વારજુકકર, પ્રીતિ વારઝુકર, લલિતા ભાસ્કરે, સૂરજ ચૈતુપુણે અને અર્ચના ચૈતુપુણે સાથે થઇ હતી. દુર્ગેશની સગાઈ નાગપુરની લલિતા સાથે કરાવી લગ્નની તારીખ નક્કી કરી. ત્યારબાદ લગ્ન પણ કરાવ્યા.

લલીતા સાથે લગ્ન કરાવવા માટે દુર્ગેશ પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા રૂ 2,49,000, કપડા, મોબાઈલ અને ઘરેણા સહિતની વસ્તુઓ મળી કુલ રૂ. 3 લાખથી વધુ મેળવી લીધા હતા. લગ્ન બાદ દુર્ગેશ લલીતા સાથે કેશોદ આવ્યો હતો. આ દરમિયાન રક્ષાબંધન નજીક આવતું હોવાથી તેમજ તેના મામીની તબીયત સારી ન હોવાનું કહી નાગપુર જવું છે તેમ કહી લલિતા મોબાઈલ, ઘરેણા, કપડા લઈને રફૂચક્કર થઈ ગઈ હોવાનો દાવો છે.

કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.

luteri dulhan keshod

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments