Homeગુર્જર નગરીહાર્ટ એટેકથી મોતઃ અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ બનાસકાંઠાના રામભક્ત ઢળી પડ્યા

હાર્ટ એટેકથી મોતઃ અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ બનાસકાંઠાના રામભક્ત ઢળી પડ્યા

Team Chabuk-Gujarat Desk: અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં એક ગુજરાતીનું રામલલ્લાના દર્શન બાદ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. હજુ એક દિવસ પહેલા જ આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા વડોદરાના રામભક્તનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે વધુ એક ગુજરાતીને રામ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ ત્યા જ ઢળી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોર અયોધ્યા પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ગોરધનભાઈ ઠાકોર પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ ગોરધનભાઈને મૃત જાહેર કર્યા હતા.

heart attack

આ ઘટનાથી તેમના સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત નિપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલ્વે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments