Homeતાપણુંકોંગ્રેસની મુશ્કેલી વધીઃ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસની મુશ્કેલી વધીઃ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Team Chabuk-Political Desk: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસી નેતાઓ પાર્ટીને રામ રામ કરીને ભાજપમાં ભળી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ માટે એક મહામુસિબતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. હાલ અશોક ચવ્હાણ ધારાસભ્ય છે. ત્યારે અશોક ચવ્હાણે આજે સવારે 11.24 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ભોકરના ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. સ્પીકરના કાર્યાલયે રાજીનામું સ્વીકારી લીધું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હાલ રાયપુરમાં છે. ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ashok chavan

અશોક ચવ્હાણ હવે રાજીનામું આપ્યા બાદ ભાજપના કાર્યાલયે જશે અને વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવડા, બાબા સિદ્દિકી બાદ હવે અશોક ચવ્હાણનો પાર્ટી છોડવાનો નિર્ણય કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને મોકલેલા પત્રમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધાની જાહેરાત કરી છે.

આ દરમિયાન એવા પણ કેટલાક અહેવાલ છે કે જો અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હોવા તેવા પણ સંકેત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments