Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે. જેથી ચેન્નઈ સુપર કિંગ્સએ કોનવેના સ્થાને ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કર્યો છે. મહત્વનું છે કે, કોનવે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી. અંગૂઠાની ઈજાને કારણે કોનવે IPL 2024ના પહેલા ભાગમાં અનુપલબ્ધ હતો. ગયા મહિને તેના અંગૂઠા પર સર્જરી કરવામાં આવી હતી અને ત્યારથી તે રમતના મેદાનથી દૂર છે.
આજે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે ત્યારે રિચર્ડને આજે ટીમમાં સ્થાન મળી શકે છે. CSK આ સિઝનમાં 6માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મહત્વનું છે કે, કોનવે ગયા વર્ષે ગુજરાત સામેની ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. CSKએ આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. IPL 2023માં તેણે 16 મેચમાં 672 રન બનાવ્યા હતા. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

કોનવેને CSKએ 2022ની મેગા ઓક્શનમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ પર સાઇન કર્યો હતા. લેફ્ટ હેન્ડેડ બેટરે અત્યાર સુધી 23 IPL મેચમાં 46.12ની એવરેજ અને 141.28ની સ્ટ્રાઈક રેટથી 924 રન બનાવ્યા છે.
નવા ટીમ મેમ્બર રાઇટ આર્મ ફાસ્ટ બોલર ગ્લીસને ઇંગ્લેન્ડ માટે 6 T20 ઈન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 3 વિકેટ લેવાનું રહ્યું છે. CSKએ તેને 50 લાખ રૂપિયાની રિઝર્વ પ્રાઇસમાં ટીમમાં સામેલ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત