Homeગુર્જર નગરીમોટા સમાચારઃ GSSSB દ્વારા ચાલી રહેલી CCEની પરીક્ષા કરાઈ સ્થગિત, આ છે...

મોટા સમાચારઃ GSSSB દ્વારા ચાલી રહેલી CCEની પરીક્ષા કરાઈ સ્થગિત, આ છે કારણ

Team Chabuk-Gujarat desk: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલથી લેવાનાર પરીક્ષા હાલ ચૂંટણીના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત તારીખ 1 એપ્રિલથી શરૂ થઈ હતી. નક્કી કરેલી તારીખે ચાર શિફ્ટમાં કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષા લેવામાં આવી રહી હતી. જો કે અધવચ્ચેથી જ મંડળ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. પરીક્ષા સ્થગિત કરવાનું કારણ હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી હોય પરીક્ષા ચૂંટણી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.

cce

મંડળ દ્વારા આયોજિત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકફ રાખવામા આવી છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકુફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments