Homeગુર્જર નગરીSabarkantha: ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

Sabarkantha: ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં ઓનલાઇન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક સામાન હતો. આ પાર્સલ ખોલતાં જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયુ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રીક્ષામાં આવેલા શખ્સે પાર્સલ મોકલ્યું હતું. યુવાને જેવું પાર્સલ જેવું ખોલ્યું તો તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલા જોરદાર હતી કે પાર્સલ ખોલનારી વ્યક્તિના હાથના કાંડાના ફૂરચા ઉડા ગયા હતા. ઉપરાંત છાતીમાં અસંખ્ય ગોળીઓ મારી હોય તેમ છાતી ચારણી જેવી બની ગયેલી નજરે ચઢતી હતી. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યુ હતું.

blast

આ બ્લાસ્ટમાં અન્ય વ્યક્તિઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હિંમતનગર ખાતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પાર્સલ કોણે મોકલ્યું હતું ઉપરાંત ક્યાંથી પાર્સલ મોકલવામાં આવ્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments