Homeગુર્જર નગરીરાજકોટઃ પોલીસ સ્ટેશનમાં વહ્યું પ્રેમી યુગલનું લોહી, પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર

રાજકોટઃ પોલીસ સ્ટેશનમાં વહ્યું પ્રેમી યુગલનું લોહી, પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર

Team Chabuk-Gujarat Desk: રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના જ ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. જ્યારે પ્રેમી યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે રાત્રીના સમયે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવતીનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી છે. બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની અંદર બનેલી ગંભીર ઘટના પગલે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી પ્રેમી પંખીડાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંદર નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડાયા હતા. બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રેમી વિનોદ ગોપાલ સતવારા (ઉ.વ.19) અને પૂજા રૂપા ભદ્ર (ઉ.વ.23) ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બન્ને પ્રેમી પંખીડાને પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યા હતા અચાનક પ્રેમી પંખીડાએ અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો અને ગળા પર બ્લેડ જેવું તીક્ષ્ણ હથિયાર ફેરવતા બંને લોહીલૂહાણ થઈ ગયા હતા.

હાલ યુવતીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટના હાજર પોલીસ માટે બેરદકાર માનવામાં આવી રહી છે. બન્ને પ્રેમી પંખીડા હોવાથી તેમને નાગરિક સુવિધા કેન્દ્રમાં રાખતા સાથે તેમના પર નજર કેમ રાખવામાં ન આવી ?

Rajkot Couple

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments