Team Chabuk-Sports Desk: પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે એટલે કે આજે ભારતીય ખેલાડીઓ પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલેએ (swapnil kusale) 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 3 મેડલ જીતી લીધા છે. ભારતના શૂટિંગ, બેડમિન્ટન, બોક્સિંગ, તીરંદાજી, ગોલ્ફ, હોકી, સેલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય શૂટરે ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસાલેની આ જીત ઐતિહાસિક છે કારણ કે તે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. કોલ્હાપુરના આ 29 વર્ષના શૂટર માટે આ પ્રથમ ઓલિમ્પિક છે. આ ખેલાડીએ પહેલા જ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને પેરિસમાં તક મળી ત્યારે તેણે ઈતિહાસ રચ્યો.

સ્વપિનલ કુસાલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વિશ્વના નંબર 1 શૂટરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સ્વપ્નિલ કુસલે માત્ર 7મો શૂટર છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ શૂટર્સે મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેની સાથે સરબજોતે પણ મેડલ જીત્યો હતો. હવે સ્વપ્નીલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત