Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમૃત સ્નાન પહેલા થયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. આજે મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે પહોંચ્યા હતા. જેમાં અચાનક ભાગદોડ થતાં 10થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સતત સંપર્કમાં છે અને ઘટનાની માહિતી મેળવી રહ્યા છે. આ અંગે લખનઉમાં યોગી સરકારે તાત્કાલિક બેઠક પણ બોલાવી છે.
મહાકુંભમાં મૌની અમાવસ્યાના બીજા અમૃત સ્નાન પર્વ માટે ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે સંગમ નાકા પર ભીડ અચાનક વધી જવાને કારણે નાસભાગ મચી ગઈ છે. હાલમાં સાત લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર 2ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH | #MahaKumbhMela2025 | प्रयागराज, उत्तर प्रदेश | मौनी अमावस्या के अवसर पर 'अमृत स्नान' के लिए त्रिवेणी संगम के घाटों पर बड़ी संख्या में श्रद्धालु पहुंच रहे हैं।
— ANI_HindiNews (@AHindinews) January 29, 2025
(ड्रोन वीडियो त्रिवेणी संगम, महाकुंभ मेला क्षेत्र से है।) pic.twitter.com/QB8HTJQBzm
મળતી માહિતી અનુસાર નાસભાગ બાદ અમૃત સ્નાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ અખાડાઓએ અમૃત સ્નાન ચાલુ રાખવાનો નિર્ણયલ લીધો છે. કુંભ મેળા ઓથોરિટીના સ્પેશિયલ એકિઝક્યુટિવ ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યું ‘સંગમ રૂટ પરના કેટલાક અવરોધો તૂટવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેની સારવાર ચાલી રહી છે. આ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. જાણકારી અનુસાર સંગમ નાકા પર પોલ નંબર 11 થી 17 વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. તમામ ઘાયલોને મેળા વિસ્તારની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્નાન કરી શકાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અને વ્યવસ્થા કરવામાં સાથ સહકાર આપવા જણાવ્યું છે. તેમજ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત