Team Chbauk-National Desk: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મોત થયા છે. આતંકીઓએ પ્રવાસીઓને તેના નામ પૂછીને ગોળીએ વીંધી દીધા છે. આ ઘટનામાં મૃત્યુઆંક 26એ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમાચાર એજન્સીઓ મુજબ 2019ના પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. બાકીના પ્રવાસીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના મંગળવારે બપોરે લગભગ 2.45 વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં બની હતી. આતંકવાદીઓએ એક પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી. આ પછી તેઓ અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કરીને ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વહીવટીતંત્રે આતંકવાદી હુમલામાં એકના મોતની જાણ કરી હતી, પરંતુ લગભગ 4 કલાક પછી સમાચાર એજન્સીએ 26 લોકોના મોતની જાણ કરી છે. આ ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ, સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલો કરાયેલા વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટરથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે

આ હુમલામાં સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં જમ્મु કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું હતું. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કળથિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું હતું. શૈલેષ કળથિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર હતા. પરંતુ તંત્રએ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતના એક નહીં, પરંતુ ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. લિસ્ટ મુજબ સુમિત પરમાર, યતેષ પરમાર અને શૈલેષ કળથિયાનું મોત નીપજ્યું છે, જેમાં બે ભાવનગરના અને એક સુરતના વ્યક્તિનું મોત થયું છે.
અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે બે હેલ્પલાઇન નંબર 9596777669 અને 01932225870 જારી કર્યા છે. આ ઉપરાંત, વોટ્સએપ નંબર 9419051940 જારી કરવામાં આવ્યો છે. શ્રીનગર પોલીસ હેલ્પ ડેસ્ક ઇમરજન્સી નંબર 0194-2457543, 0194-2483651, એડીસી શ્રીનગર આદિલ ફરીદનો નંબર 7006058623 જારી કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત