Team Chabuk-National Desk: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ભારત પર ટેરિફ વધાવાને લઈને મોટુ નિવેદન આપ્યું છે.એક ઈંટરવ્યૂમાં ટ્રંપએ કહ્યું છે કે તે 24 કલાકની અંદર ભારત પર વઘારે ટેરિફ લાદશે. એક ઈન્ટરવ્યૂમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને લાગે છે કે હું 24 કલાકની અંદર ભારત પર વધારે ટૈરિફ લગાવી દઈશ.આ જાહેરાત પહેલા ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં રશિયા પાસેથી તેલ ખરીદે છે અને તેને વેચીને પૈસા પણ કમાય છે. તેમણે કહ્યું હતું કે રશિયા સાથે વ્યાપરને લઈને તે ટૈરિફ વધારશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક સંદેશમાં કહ્યું હતું કે, “ભારત રશિયા પાસેથી માત્ર મોટી માત્રામાં તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ આ ખરીદેલા તેલનો મોટો ભાગ બજારમાં વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતને કોઈ પરવા નથી કે રશિયાના યુદ્ધ મશીનરીને કારણે યુક્રેનમાં કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે. તેથી, હું ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યો છું.”

ટ્રંપની ધમકીને ભારતે ગેરવ્યાજબી અને તર્કહીન ગણાવી.વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ટ્રંપની ટિપ્પણીને લઈને અમેરિકાની ટીકા કરી. મંત્રાલયે કહ્યું કે એક તરફ અમેરિકા રશિયા સાથે વેપાર કરી રહ્યું છે, તો બીજી તરફ તે ભારત-રશિયા વેપાર પર આંગળી ચીંધી રહ્યું છે. ગયા વર્ષે, કડક પ્રતિબંધો અને ટેરિફ હોવા છતાં, અમેરિકાએ રશિયા સાથે લગભગ $3.5 બિલિયનનો વેપાર કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત