Homeગુર્જર નગરીગીરમાં દેવાયત ખવડનો 'મોરેમોરો': ફોર્ચ્યુનરે કિયા કારને મારી ટક્કર, એક યુવક ઈજાગ્રસ્ત

ગીરમાં દેવાયત ખવડનો ‘મોરેમોરો’: ફોર્ચ્યુનરે કિયા કારને મારી ટક્કર, એક યુવક ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે.

તાલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને ટક્કર મારી. આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. 20 ફેબ્રુઆરીએ સનાથલમાં થયેલા એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. પોલીસે આ મામલે ધ્રુવરાજસિંહ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેમના માણસોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Devayat Khavad

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને સામસામે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાના પણ સમાચાર છે. ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments