Team Chabuk-Gujarat Desk: ગોંડલ તાલુકાના ધોધાવદર ગામમાં સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા આવેલી છે. આ જગ્યા સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહીંયા લોકો દાસી જીવણ સાહેબની માનતા ઉતારવા આવતા હોય છે. માત્ર એક જ સોપારીની માનતા કરતાં ધાર્યા કામ થતાં હોવાનું લોકો કહી રહ્યા છે. હાલ દાસી જીવણ સાહેબની જગ્યાના મહંત શામળદાસ બાપુ છે.
દાસી જીવણ સાહેબનો પરિચય
ધોધાવદર ગામમાં મેધવાળ સમાજમાં જગા દાફડા તથા સામબાઈ નામના વ્યક્તિઓ પતિ પત્ની હતા એમને ત્યાં 1806 માં જીવણ સાહેબનો જન્મ થયો હતો. એ સમયે જગા દાફડા ગોંડલ તાલુકાના ભામનો ઈજારો પણ રાખતા હતા એટલે તેઓ એ સમયે આર્થિક રીતે ધણાં જ સધ્ધર હતાં.અને એટલા માટે જ આ ધર જ્ઞાતિમાં પણ મોટું મનાતું હતું. જગા દાફડાએ પોતાના સંતાન એવા જીવણને પોતાના ધંધામાં જોડાવવાની ખુબ જ મહેનત કરી પરંતુ જીવણ સાહેબ નાનપણથી જ જ્યાં સાધુ સંતોની જમાત ભાળે ત્યાં દોડી જતા હતા. સત્સંગ ભજન કરતા હતા. સમય જતાં જીવણ સાહેબ કૃષ્ણમય થયાં અને સાક્ષાત પરમાત્મા એમના અધુરા કામો પુરા કરવા માટે આવતા હતા. જેમનુ એક ઉદાહરણ હાલ ધોધાવદર સ્થિત એમનું જ મકાન છે કે જ્યારે એ ઓરડાનું બાંધકામ થતું હતું ત્યારે “આડી” મુકવાનો સમય આવ્યો ત્યારે ગામમાંથી એક જેરામ નામના સુતારને બોલાવ્યો. આ સુતાર વૈષ્ણવ હતો જેથી એ અહીં આવવા જ માંગતો ન હતો પરંતુ ગામના મુખીના કહેવાથી એ કચવાતે મને આવ્યો હતો. આ આડી ખુબ જ વજન વાળી હતી જેથી ધણાં બધાં માણસો બોલાવ્યા હતા. આ બધા માણસોએ ભેગા થઈ આ આડી ચઢાવવાનું નક્કી કર્યું ત્યારે સુતારે કહ્યું કે આ આડી તો માપ કરતા એક હાથ નાની છે. ત્યારે જીવણ સાહેબ બોલ્યા કે “તમે ભગવાનનું નામ લઈ ચડાવો. કામ સારું થઈ જશે.” અને સૌ લોકોએ એ આ આડી મકાન ઉપર ચડાવી. અને જોયું તો જે પ્રમાણે માપ હતું એ પ્રમાણે એક હાથ મોટી આડી થઈ ગઈ હતી. આ પરચો જોઈ જેરામ સુતારના મનનો સંચય દુર થયો અને જીવણ સાહેબના એ શિષ્ય બની ગયા. આ “આડી” હાલમાં પણ એ જ ઓરડામાં મોજુદ છે.

પરબધામ અને જીવણ સાહેબ
એક વખત જીવણ સાહેબ પરબ આવ્યા એ સમયે પરબની જગ્યામાં મહંત તરીકે દેવીદાસ હતાં. આ જગ્યાએ પાણીની ખુબ જ તંગી હતી એ સમયે એમણે વાવ ખોદેલી પરંતુ પાણી આવ્યું નહીં અને એ વાવ ખાલીખમ હતી. આથી જ્યારે જીવણ સાહેબ ત્યાં આવ્યા તો લોકોએ એમને આ વાવની અંદર ઉતરીને ભજન ગાવાનું કહ્યું. જીવણ સાહેબ પણ માની ગયા. એ લોકોએ તરત એક ખાટલી બાંધી જેમાં જીવણ સાહેબને વાવમાં ઉતાર્યા અને અંદર જઈ ભજન પુરા કર્યા. પછી કહ્યું કે, હવે મારે બહાર આવવું છે. તો લોકો કહેવા લાગ્યા કે “એમ વાતું કર્યે નહીં ચાલે, હવે તો પાણી સાથે જ બહાર આવજો,” આમ કહી ખાટલી ખેંચી લીધી. તો ફરી વખત જીવણ સાહેબ ભજનમાં લીન થયા અને જોયું તો વાવમાં એક મોટા અવાજે એક પાણીની આવક શરૂ થઇ આમ વાવમાં પાણીના ભરાવવાથી જીવણ સાહેબ પાણી ઉપર જ બેસીને ઉપર આવ્યા. ત્યારે સૌ કહેવા લાગ્યા કે આપના પધારવાથી પાણીની સમસ્યાનો અંત આવ્યો અને આ જગ્યાએ આપનું નામ અમર રહેશે. આમના જવાબમાં જીવણ સાહેબે કહ્યું કે, પાણી તો મારો પરમેશ્વર લાવ્યો પરંતુ તમે મારી સાથે બરાબર નથી કર્યું. માટે આ પાણી અમને ન ખપે અને અમારા કુળનું પણ કોઈ અહીં પાણી નહીં પીએ. હાલમાં પણ દાફડા અટક ધરાવતા લોકો ત્યાં પાણી નથી પીતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત